વાંકાનેર ડિવિઝનની પોલીસ ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઈસરમાં ડુંગળીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના રૂ.53 લાખના જથ્થા સાથે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક ટાટા આઈસર (રજી. નં. GJ-12-BX-5679) માં સડેલી અને સારી ડુંગળીની આડમાં વિદેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જઈ રહ્યો છે.
જેના આધારે જકાત નાકા પાસે વોચ ગોઠવી આઈસરનો પીછો કરી વાહનને પકડી પાડ્યું હતું. આઇસરમાંથી 53,01,160 ની કિંમતનો દારૂ તથા ડુંગળી સહિત કુલ 60,02,220 નો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના આરોપી મોહમદઉસ્માન મોહમદઉમર મેવુની ધરપકડ કરવામાં આવી છે.