સાણંદ પોલીસે 19 વર્ષીય નિરંજન તારકેશ્વર શર્માની હત્યા નિપજાવવાના કેસમાં પરપ્રાંતિય બે શખસોને ઝડપી લીધા હતા. હત્યારાઓ 1 મહિનાથી મિત્રને પકડી પરિવાર પાસે રૂ.15 લાખ ખંડણીની ફિરાકમાં હતા. બંને આરોપીઓ રવીકુમાર રમેશકુમાર રાય (ઝારખંડ), સોનલકુમાર ચિતરંજનસિંહને પોલીસે શુક્રવારે કોર્ટમાં રજૂ કરતાં બુધવાર સુધી 5 દિવસના રિમાન્ડ મંજુર થતાં શુક્રવારે સાંજે પી.આઈ., એચ.જી. રાઠોડ, પો.કો. અનિરુદ્ધસિંહ જામસિંહ, કિરીટસિંહ સહિત પોલીસે સાથે આરોપી રવીકુમાર અને સોનલકુમારને ગઢીયા પાસે પીજીમાં, માટે નળ સરોવર રોડ ખાતે આવેલ રજવાડી ચા સ્ટોલ પર ચા પીવા ભેગા થયા તે સ્થળ પોલીસને બતાવ્યું હતું. ત્યારબાદ જમવા માટે જ્યાં લક્ષ્મણ પાર્ક પાસે રૂમમાં સોનલકુમારના રહેતો હતો ત્યાં ઘટના સ્થળે લઈ હત્યાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ લાશ કેવી રીતે ફેંકી તે ઘટનાનું બન્ને આરોપીઓએ પોલીસને બતાવી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. સૂત્રોએ કહ્યું કે આશરે 6-7 મહિનાથી ગઢીયા પાસે આવેલ એક પીજીમાં આરોપી રવીકુમાર, સોનલકુમાર તેમજ સન્નીકુમાર ધર્મેન્દ્ર મંડલ તેમજ મૃતક નિરંજન શર્મા સાથે રહેતા હતા, નિરંજન શર્માએ તેના મિત્રોને ગાડીનો ફોટો બતાવતા, નિરંજનનો પરીવાર આર્થિક રીતે સધ્ધર છે. તેવું માની આ ત્રણેય આરોપીઓએ નિરંજનને પકડી તેના પરીવાર પાસેથી ખંડણી પેટે 10 થી 15 લાખ રૂપિયાની માંગણી કરવાનું કાવતરૂ ઘડ્યું હતું.