Gujarat

ભૂપેન્દ્ર પટેલ અને તેમના બહેને CM હાઉસમાં માતાની સ્મૃતિમાં ‘એક પેડ મા કે નામ’ અન્વયે વૃક્ષ વાવ્યું

આજે રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. CM હાઉસમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના બહેને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. મુખ્યમંત્રી અને તેમના બહેને CM હાઉસમાં માતાની સ્મૃતિમાં વૃક્ષ વાવ્યું હતું.

રક્ષાબંધનના પર્વ પર મુખ્યમંત્રીના બહેને રાખડી બાંધી ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ સમયે મુખ્યમંત્રી અને તેમના બહેને માતાની સ્મૃતિમાં CM હાઉસમાં વૃક્ષારોપણ કર્યું હતું.  ગાંધીનગર રાજભવન ખાતે આવેલા દયાનંદ હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓ સહિત વિવિધ સમાજ અને સંસ્થાઓની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.