Gujarat

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડી ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની (IAS), ICDS વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે “વિશ્વ સ્તનપાન દિવસ” ની ઉજવણી કરવામાં આવી. તા.૧ ઓગસ્ટ-૨૦૨૫ થી ૮ ઓગસ્ટ ૨૦૨૫ આ દિવસને “વિશ્વ સ્તનપાન દિવસ” તરીકે ઉજવણી કરવાની હોય છે, જેમાં ૨૦૨૫ ની થીમ મુજબ ‘સ્તનપાન છે શ્રેષ્ઠ રોકાણ ભવિષ્ય માટે મજબૂત આધાર” થીમને સિદ્ધ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “વિશ્વ સ્તનપાન દિવસની” ઉજવણી કરવામાં આવેલ. રાજકોટની જનાના હોસ્પિટલમાં “વિશ્વ સ્તનપાન દિવસ” નિમિત્તે પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ તેમજ તેમની ICDS ટીમ સાથે રહી ધાત્રી બહેનોની મુલાકાત કરવામાં આવેલ માતાને ૧૦૦૦ દિવસનુ મહત્વ તેમજ ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન જ, તેમજ મધર કાંગારુ કેર તેમજ સરકાર તરફથી મળતા THR ના પેકેટનો ઉપયોગ તેમજ તેમનુ ખોરાકમાં મહત્વ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250811-WA0051-1.jpg IMG-20250811-WA0050-0.jpg