રાજકોટ શહેર જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી LCB ઝોન-૧ ટીમ.
રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે PSI બી.વી.ચુડાસમા તથા LCB ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મનરુપગીરી ગૌસ્વામી તથા હરેશભાઇ પરમાર તથા રવિરાજભાઇ પટગીર નાઓને મળેલ સંયુકત બાતમી આધારે આજીડેમ પો.સ્ટે વિસ્તારના કાળીપાટ ગામ હનુમાનજી મંદીર પાસે આવેલ સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાંથી ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા ઇસમોને પકડી પાડી ગણનાપાત્ર ગુન્હો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧)વિશાલ સુખાભાઇ ગોવાણી ઉ.૨૫ રહે.ગામ.કાળીપાટ હનુમાનજી મંદરી પાસે તા.જી.રાજકોટ (૨) કાનજીભાઇ ભગવાનજીભાઇ સરવૈયા ઉ.૨૫ રહે.ગામ.કાળીપાટ હનુમાનજી મંદિર પાસે તા.જી.રાજકોટ (૩) રજાકભાઇ યુસુબભાઇ અંસારી ઉ.૨૪ રહે.જામનગર રોડ બજરંગવાડી શેરીનં.૬ રાજકોટ (૪) મનીષભાઇ રણછોડભાઇ રોજાસરા ઉ.૪૦ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ નાણાવટી ચોક પરમેશ્વર સોસાયટી શેરીનં.૭ ૨૫-વારીયા રાજકોટ (૫) રાજુભાઇ કરશનભાઇ રાઠોડ ઉ.૩૫ રહે.જામનગર રોડ માધપર ગામ ક્રાઇસ્ટ હોસ્પીટલની બાજુમાં રાજકોટ. રોકડા રૂ.૨૭૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.