Gujarat

પ્રદર્શન મેદાન- દિગ્વિજય પ્લોટ પાસે નવો રોડ ખુલ્લો મુકાયો

જામનગર શહેરમાં 22 વર્ષથી મંજૂર થયેલા બે રોડ કોઈપણ કારણોસર બનતા ન હતા પરંતુ મહાપાલિકાએ તેને તાત્કાલિક ધોરણે હાથમાં લઈ કામ ચાલુ કરાવી દેતા હવે આ બંને રોડ લોકો માટે ખુલ્લા મુકાતા ટ્રાફિકની સમસ્યા ઘણી બધી હળવી થઈ જશે. આ ઉપરાંત તળાવની પાળ ગેઇટ નં.1 જૂની ખડપીઠ મેદાનથી જુની આરટીઓ ઓફીસ સુધી લગભગ 1 કિ.મી.ની લંબાઇવાળો રસ્તો પણ તેની સાથે જ ફોરલેન રોડ ગઇકાલે રાત્રે 9.00 વાગ્યે ખુલ્લો મૂકાયો હતો, અને જુની આરટીઓ ઓફીસ થી જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી નો રોડ પણ ખુલ્લો મૂકાયો છે.

આ બન્ને રોડ ઉપર સ્ટ્રીટ લાઇટો અને રોડ ડિવાઈડરો પણ મુકાઇ ચુક્યા છે.જ્યારે ફૂટપાથ સહિતનું નિર્માણ કાર્ય પણ હાથ ધરી લેવાયું છે. નગરના બંને નવા સીસી રોડની ભેટ મળી ગઈ હોવાથી ઉપરોક્ત વિસ્તાર માટે નો ટ્રાફિક ગણો હળવો થઈ જશે અને લોકોને ત્યાંથી અવરજવર કરવી પણ સહેલી બની જશે. રસ્તાે બનવાથી ટ્રાફિક હળવો થયો.