Gujarat

કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે તિરંગા યાત્રાનું આયોજન થયું.

કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે તિરંગા યાત્રાનું આયોજન થયું.
……………………………………
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા.
……………………………….
અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોલેજના બી. કોમ. સેમ. 01 તથા બી. બી. એ. સેમ. 01ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડીયા તથા ડો. એ. કે. વાળા દ્વારા આ તિરંગા યાત્રા સંચાલન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં કોલેજના પ્રા. ડો. પી. કે. ત્રિવેદી તથા પ્રા. ડો. એ. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રાની સફળતા બદલ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયા તથા અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક શ્રી ડો. જી. સી. ભીમાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250812-WA0105-0.jpg IMG-20250812-WA0106-1.jpg