રાજકોટ ઇંગ્લીશ દારૂના મોટા જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.
રાજકોટ શહેર તા.૧૪/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં અગામી સમયમાં તહેવારો અનુસંધાને પ્રોહી/જુગારની પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સારૂ રાજકોટ શહેર ખાતે પ્રોહીના વધુને વધુ કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય, P.I જે.આર.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના અધીકારી/કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કેતનભાઇ શેખલીયા તથા અજયભાઇ વિક્રમા તથા જયદિપસિંહ ભટ્ટી તથા ભાવેશભાઇ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે આંબેડકરનગર સર્કલ આસ્થા ચોકડી પાસે આવેલ મેળા વાળા ગ્રાઉન્ડમા આંબેડકરનગરમાં રહેતા હસમુખ ઉર્ફે દુડી વેગડા તથા બીપીન ઉર્ફે અભી સોલંકીએ સાથે મળી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારેલ છે તેઓ દારૂની પેટીઓ સગેવગે કરે છે જે આધારે બાતમી વાળી જગ્યા રેઇડ કરતા આરોપીઓ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. (1) હસમુખ ઉર્ફે દુડી કેશુભાઇ વેગડા ઉ.૩૦ રહે.આંબેડકરનગર શેરીનં.૧૧ ગોંડલ રોડ રાજકોટ તથા પારડી ગામ તા.જી.રાજકોટ (2) બીપીન ઉર્ફે અભી હરેશભાઇ સોલંકી ઉ.૩૨ રહે.આંબેડકરનગર શેરીનં.૫ એસ.ટી.વર્ક શોપ પાછળ ગોંડલ રોડ રાજકોટ. ઈંગ્લીશ દારૂના ચપ્લા નંગ-૧૬૮૦ કિ.૩,૩૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.