વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વજન ૨.૯૧૦ કિલોગ્રામ કિં.રૂ. ૨,૯૧,૦૦,૦૦૦/- (બે કરોડ એકાણુ લાખ) ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ રાખી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી જિલ્લો જંગલ અને દરીયાઇ વિસ્તાર ધરાવે છે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ આ જંગલ વિસ્તાર તેમજ દરીયાઇ વિસ્તારમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની અનુચુચિમાં સંરક્ષીત જીવોના અવશેષોના વેચાણ, સંગ્રહ અને હેરફેરની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી આરોપીઓને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્રારા બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે શંકાસ્પદ ઇસમોને વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે પકડી પાડી, મજકુર ઇસમોની પુછ પરછ કરતા પોતાને આ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) તળાજા તાલુકાના રાજપરા- ગોપનાથના દરીયા કિનારાથી માચ્છીમારી કરવા ગયેલ તે વખતે દરીયા કિનારાથી મળેલ હોય અને આ વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાનું જાણેલ હોય જેથી તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતા હોવાનું જણાવેલ. આ મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી તેમજ એફ.એસ.એલ. અધિ.નાઓ દ્રારા પરીક્ષણ/તપાસ કરી કબ્જે કરવામાં આવેલ છે અને બન્ને ઇસમો વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગતઃ-*
(૧) કીશનભાઇ ભુપતભાઇ બારૈયા, ઉ.વ.૩૨, રહે. જુના રાજપરા, વાડી વિસ્તાર, તા.તળાજા, જિ.ભાવનગર.
(૨) દિનેશભાઇ સડાભાઇ ડોળાસીયા, ઉ.વ.૩૬, રહે. જુના રાજપરા,વાડી વિસ્તાર, તા.તળાજા, જિ.ભાવનગર.
*પકડાયેલ મુદ્દામાલઃ-*
વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ના ત્રણ ટુકડા વજન ૨.૯૧૦ કિલો ગ્રામ કિં.રૂ.૨,૯૧,૦૦,૦૦૦/- (બે કરોડ એકાણુ લાખ) તથા મોબાઇલ ફોન નંગ – ૨ કિં.રૂ.૧૭,૦૦૦/- તથા એક મોટર સાયકલ કિં.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૯૧,૪૭,૦૦૦/- નો મુદ્દામાલ.
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.એમ. કોલાદરા તથા પો.સબ ઇન્સ.એમ.ડી.ગોહિલ તથા એ.એસ.આઇ. કનાભાઇ સાંખટ, રાહુલભાઇ ચાવડા તથા હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી, મહેશભાઇ મુંધવા, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. રમેશભાઇ સીસારા, શીવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છ