Gujarat

મેંદરડા : હર ધર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં તિરંગા પદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું

મેંદરડા : હર ધર તિરંગા અભિયાન અંતર્ગત શહેરમાં તિરંગા પદ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું

રાજકીય,સામાજિક સંસ્થાઓ,આગેવાનો, અધિકારી ઓ,વિધાર્થીઓ,સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં તિરંગા પદયાત્રામાં જોડાયા

જુનાગઢ જિલ્લાના મેંદરડા શહેર ખાતે આવનાર 15 મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે દેશની આન બાન અને શાન એવા તિરંગાનું ગૌરવ ગાન કરવા આજરોજ ભવ્ય તિરંગા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. ડો.બાબા સાહેબ આંબેડકર ચોકથી તિરંગા પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે શહેર ના પાદર ચોક, હોસ્પિટલ રોડ,જી.પી.હાઈસ્કુલ સહિતના મુખ્યમાર્ગો પર ઢોલ નગાળા અને બેન્ડ બાજા ના તાલે દેશભક્તિ ના ગાન સાથે તિરંગા પદયાત્રા ફરી હતી અને સમગ્ર માહોલ દેશ ભક્તિ ના રંગમાં રંગાયુ હતુ

આ તિરંગા પદ યાત્રા મા મેંદરડા તાલુકા ના ભારતીય જનતા પાર્ટીના વિવિધ આગેવાનો, સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, હિન્દુ સમાજની વિવિધ સંસ્થાઓ, ગ્રામજનો બાળકો સહિત ના અધિકારીઓ, સાથે શહેરીજનો બહોળી સંખ્યામાં તિરંગા પદ યાત્રામાં જોડાયા હતા આ તિરંગા પદયાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250814-WA0030-1.jpg IMG-20250814-WA0028-2.jpg IMG-20250814-WA0031-0.jpg