કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી.
અમરેલી જિલ્લા ના મોટા માંડવડા ગામ ના, પ્રાકૃતિક કુષિ અભિયાન ના પ્રણેતા એવા કિસાન આગેવાન શ્રી પ્રફુલ્લ ભાઈ સેજળિયા ની ૭૨ મી વર્ષગાંઠ નિમિત્તે, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા અને પ્રફુલ્લ ભાઈ સેજળિયા શુભેચ્છક પરીવાર મોટાં માંડવડા ના સંયુક્ત ઉપક્રમે, અભિવાદન અને પ્રાકૃતિક કુષિ ખેડૂત સંવાદ કાર્યક્રમ નું આયોજન કરેલ. પ્રફુલ્લ ભાઈ સેજળિયા, છેલ્લા ૪૦ વર્ષ થી ખેડૂતો ને સંગઠિત કરી, તેના હક અને જવાબદારીઓ બાબતે સેન્સીટાઈઝ કરી રહ્યા છે, તેમજ ગાય આધારિત પ્રાકૃતિક કુષિ અભિયાન ચલાવી રહ્યા છે, તેમનું સમગ્ર જીવન ખેડૂતો ના હિત અને રાષ્ટ્રીય કલ્યાણ ની કામગીરી માટે સમર્પિત કરી રહ્યા છે, ત્યારે તેની સેવા ની નોંધ લઈ, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા તેમનાં ૭૨ માં જન્મ દિવસે તેમને કુષિ રૂષિ એવોર્ડ એનાયત કરવામાં આવેલ. તેમજ તેમના વિવિધ શુભેચ્છકો દ્રારા પણ સન્માનિત કરવામાં આવેલ. આ પ્રસંગે સ્વામી નારાયણ મંદિર બગસરા ના સંત શ્રી વિવેક સ્વામી, જળક્રાંતિ ટ્રસ્ટ જામકા ના પરશોતમ સીદપરા, ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ભરતભાઈ, બાલુ ભાઈ ગઢીયા, ગોબર ભાઈ બોરડ ગોલણ ભાઈ વાળા, દેવરાજભાઈ ભુવા, પ્રવીણભાઈ આસોદરીયા, દિનેશભાઈ ટીબડિયા, મુકેશ ભાઈ કયાઙા, મનોજ ભાઈ, અરવિંદ ભાઈ, અનીલભાઈ, ચેતન ભાઈ વગેરે એ પોતાનો લાગણી ભાવ વ્યક્ત કરી, સૌને પ્રફુલ્લ ભાઈ સેજળિયા ના જીવન અને કવન વિશે સંવાદ કરેલ તેમજ ગાય આધારિત પ્રાકૃતિક કુષિ શા માટે જરૂરી છે? તેની સરસ સમજુતી આપવામાં આવેલ. આ કાર્યક્રમ માં અમરેલી જિલ્લા ના વિવિધ ગામોમાં થી ૨૫૦ થી વધુ શુભેચ્છકો સહભાગી બનેલ તેમ મહેન્દ્ર ભાઈ પાથર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા