કચ્છ જિલ્લામાં આજે વરસાદી માહોલ સર્જાયો છે. ભુજ શહેરમાં ઝરમર છાંટા પડ્યા હતા. લખપત તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારની ગલીઓમાં પાણી વહી નીકળ્યા હતા. લખપત તાલુકાના દયાપર, દોલતપર, નાની વિરાણી બિટયારી, સુભાષપર અને આશાલડી સહિતના ગામોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું.
આ વર્ષે કચ્છમાં ગત વર્ષની સરખામણીમાં વરસાદ ઓછો નોંધાયો છે. ગત વર્ષે સાતમ-આઠમના દિવસોમાં લખપત તાલુકામાં અતિભારે વરસાદ થયો હતો.
ત્યારબાદ ભેદી બીમારી પણ ફેલાઈ હતી. હવામાન વિભાગે જિલ્લામાં વધુ વરસાદની આગાહી કરી છે. વરસાદી વાતાવરણને કારણે સાતમ-આઠમના મેળા, પર્વની ઉજવણી અને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં અસર થવાની શક્યતા છે.