Gujarat

વિસામણબાપુની જગ્યામાં જન્માષ્ટમી ના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુના દીકરી પૂજ્ય શ્રી નાથીબામાના દેવળે ધ્વજારોહાણ કરવામાં આવેલ

*વિસામણબાપુની જગ્યામાં જન્માષ્ટમી ના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુના દીકરી પૂજ્ય શ્રી નાથીબામાના દેવળે ધ્વજારોહાણ કરવામાં આવેલ*
બોટાદ તા, 16


સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં આજરોજ તા. ૧૬/૦૮/૨૦૨૫ જન્માષ્ટમી ના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુના દીકરી પૂજ્ય શ્રી નાથીબામાના દેવળે ધ્વજારોહાણ કરવામાં આવે છે

આ પરંપરા જાળવી રાખી જગ્યા ના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં ઢોલ શરણાઈના તાલે રાસ મંડળી દ્વારા ભવ્ય રાસ તેમજ અશ્વો, બળદગાડા અને ગાડીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી અને ભવ્ય લોકમેળો યોજાયો.

પૂજ્ય બાશ્રી, પૂજ્ય શ્રી ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દીયાબા તેમજ પૂજ્ય બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઠાકરના સેવકો

શોભાયાત્રા જોડાયા ત્યારબાદ સૌ એ જગ્યા માં પ્રસાદ લઈ ધન્યતા અનુભવી અને આજરોજ રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું છે

ભવ્ય આતિશબાજી સાથે ભવ્ય આરતી કરવામાં આવશે અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG_20250817_103711.jpg