માણાવદરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પ્રસંગે અનસુયા ગૌધામ દ્વારા કૃષ્ણ બનેલા કલાકારોને ઇનામો અપાયા
માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની ૫૨૫૩મી જન્મ જયંતિ ધામધૂમ પુર્વક વિશાળ શોભાયાત્રા કાઢી ઉજવવામાં આવી હતી. હવેલીએથી એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી તેને વધાવવા માટે લોકો ચોકે ચોકે ઉભા રહી ફૂલ દસ્તાવ વડે વધાવતા હતા. દરેક ચોકે ચોકે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ શોભાયાત્રા ફલોટોમાં ભગવાન શ્રીકૃષ્ણના પરિવેશમાં બેઠેલા 16 કૃષ્ણ કલાકારો હતા જેને અહીંના સ્થાનિક અનસુયા ગૌધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક કલાકારને ઇનામો આપી ઉત્સાહિત કર્યા હતા. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે જન્મેલા શ્રીકૃષ્ણને આજે પણ લોકો ભૂલ્યા નથી એ તેમની મહાસિદ્ધિ ગણાય છે આ ઉજવણીમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકો, કલાકારો, નેતાઓ, ધાર્મિક સંસ્થાઓ તથા આમજનતાએ ભાગ લીધો હતો. પ્રત્યેક કલાકારને અનસુયા ગૌધામના હિતેનભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, હરેશભાઈ શેઠ, મેઘનાબેન શેઠ તથા માણાવદર મામલતદાર મહેશભાઈ શુક્લના હસ્તે ઇનામો અપાયા હતા.
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર