Gujarat

રાખેજ ગામે ધનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે બિલિપત્ર અભિષેક

સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે શ્રાવણ માસના અંતિમ સોમવારના પવિત્ર અવસરે રાખેજ ગામે આવેલ ધનેશ્વર મહાદેવના મંદિરે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

આ અવસરે ભક્તો દ્વારા ભગવાન શંકરને બિલિપત્રના પાનનો અભિષેક અર્પણ કરવામાં આવ્યો હતો. ધાર્મિક માન્યતા મુજબ બિલિપત્રના પાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ — એમ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ખાસ કરીને સોમવારના દિવસે બિલિપત્ર અર્પણ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે એવી શ્રદ્ધાળુઓમાં માન્યતા છે.

આ ધાર્મિક વિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવપૂર્વક અભિષેકમાં સહભાગી થયા હતા.

રિપોર્ટર પરેશ લશ્કરી