Gujarat

કોડીનારમાં કોટડા–વેરાવળ નવી બસ રૂટનો પ્રારંભ

કોડીનાર ડેપો ખાતે માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનભાઈ વાઝા સાહેબની માંગણીને ધ્યાને લઈને વિભાગીય નિયામક શ્રી એ.જે. સોલંકી દ્વારા એક મીની નવી બસ ફાળવવામાં આવી છે. આ નિર્ણય અંતર્ગત કોટડા–વેરાવળ નવી બસ રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઉદઘાટન પ્રસંગે શ્રી શિવાભાઈ સોલંકી, શ્રી ભગુભાઈ પરમાર, શ્રી માનસિંહભાઈ ચૌહાણ, શ્રી જીશાનભાઈ નકવી, શ્રી જીતુભાઈ બારડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કોડીનાર ડેપોના મેનેજર શ્રી નથવાણી સાહેબ તથા સમગ્ર ડેપો સ્ટાફે લીલી ઝંડી બતાવી નવા રૂટનો પ્રારંભ કર્યો હતો.

આ નવી બસ રૂટ શરૂ થતાં કોટડા, વેરાવળ તથા આસપાસના વિસ્તારના મુસાફરોને આવાગમનમાં સુવિધા મળશે. મુસાફર જનતાને આ સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.

રિપોર્ટર પરેશ લશ્કરી