ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યો નું આયોજન કરાયું*
ભાવનગર સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતિના દરમાં જે રીતે ચક્ષુદાન અને દેહદાનમાં ભાવનગર જિલ્લો વર્ષોથી અગ્રેસર રહ્યો છે. એવી જ રીતે અંગદાન માટે પણ લોકો આગળ આવી રહ્યા છે 13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે એ નોંધપાત્ર બાબત છે કે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા રેડક્રોસ સોસાયટી ભાવનગર સાથે જોડાઈ ને
13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખાસ તો ચક્ષુદાન અને દેહદાનની જેમ અંગદાન ક્ષેત્રે પણ જાગૃતિ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવ્યું હતું.
13 ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા સમાજ માં અંગદાન માટે જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ જેમાં સવારે 8 થી રાત્રી ના 8 દરમ્યાન રેડક્રોસ સોસાયટી દિવાનપરા રોડ, ભાવનગર ખાતે અંગદાન, ચક્ષુદાન, દેહદાન ના સંકલ્પપત્રો ભરવા નો કાર્યક્રમ યોજાયેલ,લોકો આ જાગૃતિ આવે તે હેતુ થી સાંજે 5 થી 7 દરમ્યાન ઘોઘાગેટ ખાતે પત્રિકા વિતરણ અને સંકલ્પપત્રો ભરવા માં આવેલ સવારે 10.30 કલાકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા ન.69 ખાતે થી એક રેલી આસપાસ ના વિસ્તારો માં ફરી હતી શાળા ના શિક્ષક અલ્પાબેન જાની સહિત શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી , સાંજે 4 કલાકે ટી.બી.જૈન ગલ્સ સ્કૂલ ખાતે થી વિધાર્થીઓ ની જનજાગૃતિ પ્રચારરેલી યોજાયેલ જેમાં શાળા ના શિક્ષક તર્જની બેન શુક્લ અને શાળા ના આચાર્ય અને શિક્ષકો જોડાયા હતા. આ પ્રસંગે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન ભાવનગર ના રોહિતભાઈ ભંડેરી, સુમિતભાઈ ઠક્કર, માધવભાઈ મજીઠિયા, વર્ષાબેન લાલાણી, ડો મિલનભાઈ દવે સહિત ના સૌ જોડાયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા