Gujarat

પિતાજી ની પુણ્યતિથિ નિમિતે વૃક્ષારોપણ અને સુરત ની પ્રાથમિક સ્કૂલ ના બાળકો ને ભેટ સાથે ઘનશ્યામ બિરલા નું સામાજિક ઉત્તરદાયિત્ય

પિતાજી ની પુણ્યતિથિ નિમિતે વૃક્ષારોપણ અને સુરત ની પ્રાથમિક સ્કૂલ ના બાળકો ને ભેટ સાથે ઘનશ્યામ બિરલા નું સામાજિક ઉત્તરદાયિત્ય

સુરત શહેર ના સામાજિક અગ્રણી ઘનશ્યામ બિરલા દ્વારા પોતાના પિતાજી સ્વ છગન ભગત (વસાણી )ભૂમિદાતા રામદેવપીર મંદિર બગસરા ની 13 મી પુણ્યતિથિ લોકહિત ના સામાજિક કાર્ય દ્વારા મનાવી હતી બિરલા એ જણાવ્યું હતુ કે બાપુજી ની વસમી વિદાય ને જોતજોતામાં 13 વર્ષ ના વહાણા વીતી ગયા પણ લોકો ના હૃદય માં તેની સ્મૃતિ કાયમ રહે તેવો મારી લાગણી રહી છે.આ પુણ્યતિથિ નિમિતે શ્યામ નગર સોસાયટી લસકાણા કામરેજ ખાતે શ્યામનાથ મહાદેવ ના પટાગન મા જયા વડીલ સત્સંગ માં બેસે છે.ત્યાં વૃક્ષો નું વાવેતર કરીને બાપુજી ની યાદ માં પર્યાવરણ નું જતન થાય તેવા 10 ફૂટ ના ઉંચા વડલો પીપળો લીમડો કનજી સપ્તપરની ઉમરો સિંદૂર જેવા વૃક્ષો વડીલો ની સંગાથે અસંખ્ય વૃક્ષો નુંવાવેતર કરવામાં આવ્યું હતુ.આ વૃક્ષારોપણ ની બીજી ખાસવાત એ હતી કે આ વડીલો દ્વારા તેના જતન ની પૂરી જવાબદારી ઉપાડવામાં આવી હતી અને વતન બગસરા મુકામે તેમના દ્વારા શાહ મામુ હોસ્પિટલ માં ચક્ષુ નિદાન કેમ્પ નું આજીવન સૌજન્ય આપવામાં આવ્યું છે.જેમાં જરૂરિયાત મુજબ નાં આંખના દર્દી ઓને ઝામર ,મોતિયા ના ઓપરેશન વિના મૂલ્યે કરી આપવા મા આવે છે.તેમજ પોતે જે સ્કૂલ માં માધ્યમિક શિક્ષણ લીધું હતું ,તે ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ના ધો 9 થી 12 વિધાર્થી ઓને પણ સન્માનિત કર્યા હતા.
તેમજ નાના વરાછાગામ તળ માં આવેલ સુરત મ્યુનિસિપલ સંચાલિત શાળા ન ૯૯-૧૦૦ મા ભણતા બાળકો માટે 200 નાસ્તા ની ડીશ અને બાળકો ને પ્રાર્થના સમયે બેસવા માટે ના પાથરણા પણ ભેટ આપવામાં આવ્યા હતા.
શાળા ના શિક્ષક કિરીટ ભાઈ ગુજરાતી દ્વારા સ્વાગત પ્રવચન કર્યું હતુ.શાળા પરિવાર તરફ થી ઘનશ્યામ બિરલા ને સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે સંસ્થા ના ટ્રસ્ટી શ્રી હરેશ માંગરોળીયા ,રમેશ ભાદાણી ,ચેતન ભાલાળા એ હાજરી આપી હતી.ને આવા સુંદર લોકસેવા ના કર્યો દ્વારા પિતાજીની પુણ્યતિથિ ને લોક હૃદય માં યાદગાર બનાવવા બદલ બિરલા ને અભિનંદન પાઠવ્યા હતા.આ કાર્યક્રમ નું સુંદર સંચાલન શિક્ષક રમેશ ભાઈ ગોધાણી દ્વારા કરવા મા આવ્યું હતુ ,આભાર વિધિ પ્રિન્સીપાલ શ્રી મતી મિતલ બેનદ્વારા કરવા મા આવી હતી. તેમ દિનેશભાઈ જોગાણી એ જણાવ્યું હતું. રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250820-WA0141-1.jpg IMG-20250820-WA0142-0.jpg