Gujarat

શ્રાવણ માસમાં ધુન-સત્સંગ કરતાં શિવભક્તોનું સન્માન

શ્રાવણ માસમાં ધુન-સત્સંગ કરતાં શિવભક્તોનું સન્માન

ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા કરાયું બહુમાન

ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા શિવ સાનિધ્યમાં શ્રાવણ મહીનાના છેલ્લાં સોમવારે “મહાધુન” તેમજ પવિત્ર શ્રાવણ માસમાં વર્ષોથી ધુન-ભજન કરતાં “શિવભક્તોનું સન્માન” કરવામાં આવ્યું હતું.
ધારી-બગસરા-ખાંભા-ચલાલા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જે.વી.કાકડિયાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદનાં પૂર્વ પ્રમુખ અને હાલનાં મહામંત્રી ઈતેશભાઈ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી કાકડિયાએ આ વિશિષ્ટ કાર્યક્રમનાં આયોજકોને બિરદાવતા દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈનાં ઐતિહાસિક ગામમાં સૌ ગ્રામજનો સંપીને કોઈપણ કામ હાથ ધરે તો ઘણું કામ થઈ શકે એમ છે, તેઓએ પોતાની જ્યાં અને જ્યારે જરૂર હોય ત્યારે સાથે છે અને લોકપ્રતિનિધિ તરીકે આ મારી ફરજ છે તેમ જણાવ્યું હતું.
શ્રી મહેતાએ સનાતન સંસ્કૃતિ વિશે વાત કરતાં હમીરસિંહ ગોહિલનાં શૌર્યસભર ઈતિહાસને યાદ કરી સંસ્કૃતિનું સંવર્ધન કરતાં ધુન ગાતાં ભાવિકોને ધન્યવાદ પાઠવ્યાં હતાં, તેમણે હિન્દુઓમા સમરસતા નિર્માણ થાય તેમજ વસુધૈવ કુટુમ્બકમ્ ની ભાવના વિકસે તે વિષય પર પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ કર્યુ હતું આભાર વિધિ મેરામભાઈ વાળાએ કરી હતી. અમરેલીનાં સુરીલા યુવા ગાયક વત્સ દિપકભાઈ મહેતા તેમજ ચલાલાનાં સૂરેશભાઈ તથા ભાવેશભાઈ નિમાવતે શિવ આરાધનાની ધુનથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.
આ કાર્યક્રમમાં સરપંચ પ્રતિનિધિ હરેશભાઈ વાળા, ઉપસરપંચ ગૌતમભાઈ વાળા, નીલકંઠ મહાદેવ મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ મેરામભાઈ વાળા, લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ ચુનીભાઈ વાડદોરિયા, ગ્રામ વિકાસ મંડળના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર, નનકુભાઈ વાળા, ગોબરભાઈ ગજેરા, સતિષભાઈ ગજેરા, રાજુભાઈ જોષી, રાજુભાઈ પટેલ, પ્રતાપભાઈ સહિત બહોળી સંખ્યામાં ગામનાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારી બાલગરબાપુ, અશ્વિનભાઈ ગજેરા, બાબુભાઈ સુતરિયા, પ્રવિણભાઈ વાઘેલા, કનુભાઈ ભિસરિયા, કિશોરભાઈ વાડદોરિયા, વસંતદાસ અગ્રાવત, પ્રભાતગીરી, કનુભારથી બાવજી, રામભાઈ સાવલિયા, વિસુભાઈ રામપ્રસાદી, જયસુખભાઈ ચોટલિયા, કાનજીભાઈ વાડદોરિયા, હસમુખ હરસોરા, નિકુંજ ગજેરા વગેરે ભાવિકોને સોમનાથ મહાદેવની તસવીર અને પિતાંબર ઓઢાડી આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અનોખા કાર્યક્રમને સફળ બનાવવા ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટનાં પ્રમુખ શંભુભાઈ વાડદોરિયા, ટ્રસ્ટીઓ કિર્તીકુમાર ભટ્ટ, વિપુલ ભટ્ટી સાથે સંજય વાડદોરિયા, હનુભારથી, પ્રફુલ્લ અમરેલિયા, જનક, જય વાડદોરિયા, હર્ષ રામાણીએ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250820-WA0145.jpg