મુંબઈ
મહારાષ્ટ્ર રાજ્યમાં ૪ ઓક્ટોબરથી ધોરણ ૮ થી ૧૨ના ઓફલાઈન વર્ગો ચાલુ છે. બાકીના ધોરણ ૧ થી ૭ના ઓફલાઈન વર્ગો ૧ ડિસેમ્બર સુધીમાં શરૂ થવાના હતા, પરંતુ ઓમિક્રોનના વધતા જાેખમને ધ્યાનમાં રાખીને આ ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જેનો કેટલાક વાલી સંગઠનોએ વિરોધ કર્યો હતો. ત્યારે હવે મ્સ્ઝ્ર કમિશનર ઈકબાલ સિંહ ચહલે ફરીથી પ્રાથમિક શાળા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.મુંબઈની લગભગ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જાેવા મળી હતી. બાળકો માસ્ક, ટેમ્પરેચર સ્ક્રિનિંગ અને હેન્ડ સેનિટાઇઝિંગ પહેરીને સ્કૂલમાં પ્રવેશી રહ્યા હતા. લગભગ બે વર્ષ બાદ બાળકો શાળાએ પહોંચતા જ ખુશ જાેવા મળ્યા હતા. મ્સ્ઝ્ર એજ્યુકેશન ઓફિસર રાજુ તડવીએ જણાવ્યું હતુ કે, ઓમિક્રોનના ખતરાને જાેતા, શાળા પ્રશાસનને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું અને સ્ટાફ માટે રસીના બંને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે. શાળાઓમાં પ્રવેશતા પહેલા સ્ટાફે ઇ્-ઁઝ્રઇ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. શાળાઓમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.જાે કે હાલ ઓમિક્રોનના જાેખમ વચ્ચે શાળાઓ ખુલતા વાલીઓ મુંઝવણમાં મુકાયા છે.રાજ્યમાં ૪ ઓક્ટોબરથી ધોરણ ૮ થી ૧૨ના ઓફલાઈન વર્ગો ચાલુ છે. બાકીના ધોરણ ૧ થી ૭ના ઓફલાઈન વર્ગો ૧ ડિસેમ્બર સુધીમાં શરૂ થવાના હતા, પરંતુ ઓમિક્રોનના વધતા જાેખમને ધ્યાનમાં રાખીને આ ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. લગભગ બે વર્ષ બાદ મુંબઈમાં ર્ંદ્બૈષ્ઠિર્હ ના વધતા જાેખમ વચ્ચે આજથી વર્ગ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. જાે કે, મ્સ્ઝ્ર એ શાળામાં આવતા બાળકોનો ર્નિણય વૈકલ્પિક રાખ્યો છે, એટલે કે તેમને શાળાએ મોકલવા કે ન મોકલવાનો અધિકાર વાલીઓને રહેશે. આ સાથે બાળકોની હાજરી ફરજિયાત ન કરીને શાળાઓને ઓનલાઈન વર્ગોનો વિકલ્પ પણ આપવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૮ નવા ઓમિક્રોન સંક્રમિત સામે આવ્યા છે, જેમાંથી ૭ મુંબઈ અને એક દર્દી મીરા ભાઈંદરનો છે.
