ભારતે બુધવારે ઓડિશાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘અગ્નિ ૫‘નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પ્રક્ષેપણથી તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા. આ પરીક્ષણ પ્રક્ષેપણ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. “સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા, આ પ્રક્ષેપણથી મિસાઇલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણો માન્ય થયા, જે દેશની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.” સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
અગ્નિ શ્રેણીની સૌથી અદ્યતન મિસાઇલ
લાંબા અંતરની, પરમાણુ-સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ, અગ્નિ-૫ ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે. આ અગ્નિ શ્રેણીની સૌથી અદ્યતન મિસાઇલ છે, જે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઇલોનો પરિવાર છે જે ભારતના જમીન-આધારિત પરમાણુ પ્રતિરોધકનો આધાર બનાવે છે.
ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘અગ્નિ ૫‘ આધુનિક નેવિગેશન, માર્ગદર્શન, વોરહેડ અને એન્જિન ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે જે તેની પ્રહાર ક્ષમતા અને ચોકસાઈને વધારી શકે છે.
ભારત પાસે હવે અગ્નિ શ્રેણીના શસ્ત્રાગાર છે, જેમાં ૭૦૦ કિમી રેન્જ સાથે અગ્નિ-૧, ૨૦૦૦ કિમી રેન્જ સાથે અગ્નિ-૨, ૨૫૦૦ કિમીથી વધુ રેન્જ સાથે અગ્નિ-૩ અને અગ્નિ-૪નો સમાવેશ થાય છે. અગ્નિ-૫ મિસાઇલનું પહેલું પરીક્ષણ ૧૯ એપ્રિલ, ૨૦૧૨ ના રોજ કરવામાં આવ્યું હતું.
અગ્નિ-૫ વિશે જાણવા જેવી મુખ્ય બાબતો
અગ્નિ-૫ ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ એ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલ જમીન આધારિત પરમાણુ સ્ૈંઇફ-સક્ષમ મિસાઇલ છે.
આ મિસાઇલ પરમાણુ ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેની રેન્જ ૫,૦૦૦ કિલોમીટરથી વધુ છે. જૂન ૨૦૨૫ માં, એવું અહેવાલ આવ્યું હતું કે DRDO તેની રેન્જ ૭,૫૦૦ કિલોમીટર સુધી વધારીને છખ્તૈ-૫ બનાવવા માટે કામ કરી રહ્યું છે.
અગ્નિ-૫ ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ મિસાઇલ એક સાથે ત્રણ વોરહેડ ફાયર કરવા સક્ષમ છે.
અગ્નિ-૫ ના અન્ય નવા પ્રકારો, જે હાલમાં વિકાસ હેઠળ છે, તેમાં મિસાઇલમાં બંકર-બસ્ટર બોમ્બ ટેકનોલોજી ઉમેરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.