Gujarat

મેંદરડા : મેધ તાંડવ બાદ વરસાદ થી પ્રભાવિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ

મેંદરડા : મેધ તાંડવ બાદ વરસાદ થી પ્રભાવિત લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલ

વંદે માતરમ સેવા સમિતિ પ્રમુખ હરેશ ઠુંમર અને ટીમ પ્રભાવિત લોકોની વ્હારે….

મેંદરડા માં ગઈ કાલ સવારે થી મેઘરાજા એ તોફાની બેટિંગ સરુ કરી હતી ત્યારે મેંદરડા ના ઇતિહાસ માં સૌ પ્રથમવાર ત્રણ કલાકમાં તેર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે મધુવંતી નદીમાં ધોડાપુર આવ્યું હતું જેના લીધે નદી કાંઠા વિસ્તાર માં રહેતા અનેક પરિવારો ના ઘર આવેલા છે આ ઘરોમાં નદીના પાણી ધુસી જતા લોકોની ધર વખરી અનાજ ખાદ્ય સામગ્રી વગેરે તણાઈ જતા લોકો મહા મુશ્કેલી માં મુકાઈ ગયા હતા

ત્યાર બાદ મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ જે.ડી.ખાવડુ અને તંત્ર દ્વારા હજારો લોકો નું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ તમામ લોકો ને સામાકાંઠે આવેલ શિમ પ્રાથમિક શાળા ખાતે ખસેડી આશરો આપવામાં આવ્યો હતો

ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં વંદે માતરમ્ સેવા સમિતિ જિલ્લા પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર તાલુકા ની ટીમ દ્વારા આ તમામ આશ્રીત લોકો ને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ અને હજુ પણ કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થશે તો વંદે માતરમ સેવા સમિતિ ટીમ દ્વારા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા હંમેશને માટે મદદરૂપ થસે તેમ લોકોને જણાવેલ હતું

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250821-WA0050-0.jpg IMG-20250821-WA0049-1.jpg