મેંદરડા નો જીવાદોરી સમાન મધુવંતી ડેમ ઓવરફ્લો થતાં નવા નિર ના વિધિવત વધામણા કરવામાં આવ્યા
મેંદરડા તાલુકા માં સચરાચાર વરસાદ થતાં ખેડૂતો સહિત ના લોકોમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે ત્યારે મેંદરડાના જીવા દોરી સમાન માલણકા નો મધવંતી ડેમ ઓવરફ્લો થતાં મધુવંતી પીયત સહકારી મંડળી ના પ્રમુખ મંડળી ના સભ્ય પરસોતમ ભાઈ ઢેબરીયા વગેરે દ્વારા મધુવંતી ડેમ મા નવા નિર ના ગોર મહારાજ દ્વારા વિધિવત કંકુ,ચોખા, ચુંદડી દ્વારા મધુવંતી નુ પુજન કરી ને નવા નિર ના વધામણાં કરવા મા આવ્યા હતા,માલણકા નો ડેમ સમયસર ઓવરફ્લો થતાં ખેડૂતો, સહિત તાલુકા ભરના લોકો મા ખુશી નો માહોલ છવાયો છે આ ડેમ માથી ૭ થી ૮ જેટલા ગામો ને ખેતી માટે પિયત કેનાલ દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે હાલ લોકો બહોળી સંખ્યામાં મધુવંતી ડેમ સાઈડ પર ફરવા બહોળી સંખ્યામાં આવી રહ્યા છે
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા