આ વર્ષે શહેરભરમાં શ્રીજીની 80 હજાર મૂર્તિઓનું સ્થાપન થશે. તેમાંથી 8000 મૂર્તિઓ સ્થાપનાના સ્થળે જે-તે શેરી મહોલ્લા કે સોસાયટીમાં વિસર્જન થશે. 72 હજાર મૂર્તિઓને 21 કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી સમુદ્રમાં લઇ જવાશે.
ગણેશ ઉત્સવ સમિતિએ ઉત્સવની આચાર સંહિતા અને ઉત્સવ દરમિયાન વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ માટે તમામ ગણેશ આયોજક મંડળોને અપીલ કરતાં અનિલ બિસ્કીટવાલા એ જણાવ્યું હતું કે. દરેક મહોલ્લામાં, શેરીમાં અને સોસાયટીઓમાં માત્ર એક જ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે તે માટે સ્થાનિક લોકોએ નિર્ણય સંગઠન શક્તિ વધારવી જોઈએ.
મૂર્તિની સ્થાપના હિન્દુ ધર્મના આચાર્યોની અપીલ મુજબ માટીની મૂર્તિની સ્થાપના કરવી યોગ્ય ગણાય. હાઇકોર્ટ, નેશનલ ગ્રીન ટ્યુબિનલના ચુકાદાને આધીન પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સ્થાપના કરવી. શોભાયાત્રા વિસર્જન યાત્રા અને સ્થાપનાના દિવસો દરમિયાન ફિલ્મી ગીતો વગાડવા નહીં ફક્ત ધાર્મિક અને દેશભક્તિના ગીતો વગાડવા.