રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે ખુલ્લા પટમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી P.C.B.
રાજકોટ શહેર તા.૨૪/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મયુરભાઇ પાલરીયા તથા નગીનભાઇ ડાંગર તથા હીરેનભાઇ સોલંકી નાઓને મળેલ હકીકત આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે માધવ વાટીકા શેરીનં.૧ સામે આવેલ ખુલ્લા પટમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આશીષભાઇ દિનેશભાઇ સૈજા ઉ.૨૭ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે માધવ વાટીકા શેરીનં.૧ રાજકોટ. કુલ બોટલ નંગ-૨૮૮ કિ.રૂા.૬૦,૧૫૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.