Gujarat

વાલીઓ, સ્કૂલ તેમજ આસપાસના વિસ્તારોમાં ભય નો માહોલ સેવન્થ ડે સ્કૂલના વાલીઓ શાળા બદલાવવા મજબૂર બન્યા

શહેરના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ હવે ઘણા વાલીઓ પોતાના સંતાનોના પ્રવેશ રદ કરાવી અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવવા માટે દોડી રહ્યા છે.મળતી માહિતી મુજબ ઘણા વાલીઓએ અન્ય સ્કૂલનો સંપર્ક કરવાનું પણ શરૂ કર્યું છે.

વાલી અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

ધોરણ ૧૦ના વિદ્યાર્થીની સ્કૂલ છૂટવાના સમયેજાહેરમાં હત્યાની ઘટનાએ જ્યાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે ત્યારે હવે આ ઘટના બાદ વાલીઓમાં અને સ્કૂલમાં તેમજ આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.

સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓ છરી લઈને આવતા હોય તેમ જ અગાઉ પણ અનેકવાર મારામારી અને વિગ્રહની ઘટનાઓ બની ચુકી છે, ત્યારે ધોરણ ૧૦નાવિદ્યાર્થીની અત્યારની ઘટનાએ ઘણા વાલીઓને પ્રવેશ રદ કરાવવા માટે મજબૂર કર્યા છે.

શહેર ડીઈઓના જણાવ્યા મુજબ, આસપાસની ઘણી સ્કૂલોમાંથી પ્રવેશ માટે ફોન પણ આવ્યા છે જેથીઘણા વાલીઓ પોતાના બાળક બાળકોને સેવન્થ ડે સ્કૂલમાંથી પ્રવેશ રદકરાવી હવે અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવવા ઈચ્છે છે. કેટલાક વાલીઓએ અન્યસ્કૂલોનો સંપર્ક કરીને પ્રવેશ માટે પૂછપરછ શરૂ પણ કરી દીધી છે.

ડીઈઓ દ્વારા જે વાલીઓ સેવન્થ ડે સ્કૂલમાંથી પ્રવેશ રદ કરાવી એલ.સી કઢાવવા ઇચ્છતા હોય અને અન્ય સ્કૂલમાં પ્રવેશ કરાવવા માંગતા હોય તેઓને મદદ કરવા માટે પણ પ્રક્રિયા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.