PM નરેન્દ્ર મોદી હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’ને લોન્ચિગ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. 1:00 વાગ્યાની આસપાસ અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.
ભારતમાં બનેલી મારુતિ સુઝુકીની આ પહેલી ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલો મીટર ચાલશે. ઓટો મોબાઈલ હબ બનવા તરફ આ ગુજરાતનું સૌથી મોટું પગલું છે. આ કાર્યક્રમ બાદ પીએમ તેમની બે દિવસની ગુજરાત મુલાકાત પૂર્ણ કરી દિલ્હી જવા રવાના થયા છે.