Gujarat

રાજકોટ જંગલેશ્વરમાં બનેલ ફાયરીંગના બનાવમાં કાવતરામાં સામેલ આરોપીની ધરપકડ કરતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ જંગલેશ્વરમાં બનેલ ફાયરીંગના બનાવમાં કાવતરામાં સામેલ આરોપીની ધરપકડ કરતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૨૬/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ફરીયાદી શાહનવાઝ મુસ્તાકભાઇ વેત્રણ તેના મીત્ર સમીર ઉર્ફે મરઘા સાથે મળીને ૭ મહીના પહેલા પુનીતનગરના પાણીના ટાંકા પાસે આરોપી પરીક્ષીત ઉર્ફે પરીયા ઉપર ફાયરીંગ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ગઇ તા.૧૫/૮/૨૦૨૫ ના રોજ જંગલેશ્વર તરફ જવાના રસ્તે ખ્વાજા એપાર્ટમેન્ટની નીચે રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં આ કામના આરોપીઓ મોટરસાયકલ ઉપર આવી આજે તો તને પતાવી જ દેવો છે તેમ કહી આરોપી પરીક્ષીત ઉર્ફે પરીયા એ પોતાની પાસેની હથીયાર પીસ્ટલ થી ફરીયાદી ઉપર ફાયરીંગ કરી ફરીયાદીને છાતીના ભાગે બે જગ્યાએ ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવવાની કોશીષ કરેલ હોય, જેથી ફરીયાદીની ફરીયાદ પરથી ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુન્હામાં ફાયરીંગ કરનાર બન્ને આરોપીઓ સાથે હાલનો આરોપી તથા સોહીલ હુશેનભાઇ સુણા બન્ને સતત સંપર્કમાં રહી અને ફરીયાદી ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે બેસેલ છે. તેવી ફાયરીંગ કરનાર આરોપીઓને માહીતી આપનાર કાવતરામાં સામેલ રહેનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. ફીરોઝ સીકંદરભાઇ બેલીમ ઉ.૨૩ રહે.બુધ્ધનગર શેરીનં.૧ RMC કવાર્ટર સામે શુલભ શૌચાલય પાસે જંગલેશ્વર મેઇન રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250826-WA0077.jpg