ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈના કેસમાં નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી સિરાજ અયુબ રેન્જરને ગોધરા ગોન્દ્રા સર્કલ પાસે આવેલી ચાની લારી નજીકથી પકડવામાં આવ્યો છે.
આરોપી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના ગુના નંબર 11207079250305/2025માં IPC કલમ 406, 420 હેઠળ વોન્ટેડ હતો. તે હાલમાં હલીમા મસ્જિદ પાસે ઇદગાહ મહોલ્લા, ગોધરામાં રહે છે.
આરોપીનું મૂળ નિવાસ સુભાની મસ્જિદની પાછળ, લાખના બંગલા પાસે, ગોન્દ્રા, ગોધરા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.