જામનગરના આહિર શૈક્ષણિક સંકુલ છાત્રાલયમાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસીનો દસ દિવસીય વાર્ષિક તાલીમ કેમ્પ યોજાઈ રહ્યો છે. કેમ્પમાં ગણેશ ચતુર્થી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળા-કોલેજના કેડેટ્સે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દર્શાવતા ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી હતી.

આ મૂર્તિની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેડેટ્સે પોતાની કલાત્મક કુશળતાનો ઉપયોગ કરી પર્યાવરણને અનુકૂળ મૂર્તિ તૈયાર કરી હતી.
કાર્યક્રમ દરમિયાન કેડેટ્સે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ સર્જ્યું હતું. ઉજવણીમાં નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાની ભાવના પણ જોવા મળી હતી. કેડેટ્સે ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.