Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી સોનાના ચેન તથા ફોરવ્હીલ કાર સાથે ૩ ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી સોનાના ચેન તથા ફોરવ્હીલ કાર સાથે ૩ ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૨૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને પકડી લેવા, P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ દ્વારા અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા સારુ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના ધારાભાઇ ગઢવી તથા કરણભાઇ વીરસોડીયા તથા મહેશભાઇ ચાવડા તથા કલ્પેશભાઇ બોરીયા નાઓને સંયુકત ખાનગી રાહે હકીકત મળેલ કે એક સફેદ કલરની ક્રિયા કારેન્સ કાર નં:-GJ-11-CH-3874 વાળીમાં બેસેલ વ્યક્તિ પાસે ચોરાઉ સોનાનો ચેઇન છે અને તે વેચવા સારૂ અહીંથી નિકળનાર છે તેવી ચોક્કસ હકીકત મળતા હકીકત વાળી કારની વોચમાં રહેતા હકીકત વાળી કાર નીકળતા તેને રોકી તેમા બેસેલ શંકાસ્પદ ૩ પૂરૂષ તથા ૧ સ્ત્રી જોવામાં આવતા તેને પકડી આરોપીઓ નં.(૧) અલ્પેશ કીશોરભાઈ સોલંકીના શર્ટના ખીસ્માં રહેલ તુટેલો સોનાનો ચેઇન મળી આવેલ હોય જે અંગે પુછપરછ કરી બીલ માંગતા તેની પાસે બીલ ન હોવાનું જણાવેલ અને કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને ઇસમ પાસે રહેલ સોનાના ચેઈન બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સોનાનો ચેઇન બે દિવસ પહેલા “ખડીયાગામ થી મેંદરડા જતા રસ્તે આવતા આણંદપર બગડુ ગામ વચ્ચે રોડ ઉપર એક મોટી ઉમરના બહેનને કાર માં બેસાડી તેની નજર ચુકવી ગળા માંથી કાઢી લઇ ચોરી-કરેલ હોવાનુ જણાવતા બાબતે ઈ-ગુજકોપ ડેટામાં ચેક કરતા (૧)જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન B.N.S કલમ-૩૦૩(૨) ૫૪ મુજબનો ગુન્હોઓ દાખલ થયેલ હોય જે ચોરીના અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ અને આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે (૧) અલ્પેશભાઇ કીશોરભાઇ સોંલકી જાતે.દેવીપુજક ઉ-૨૫ રહે,વાવેરા રોડ તત્વરતી સોસાયટી રાજુલા જી.અમરેલી (૨) જયોતિબેન સુરેશભાઈ રામકીશોર પંડીત જાતે-બ્રાહમણ ઉ-૨૮ રહે,સનાથળ ટોલટેકસ શાંતીપૂરા ચોકડી બ્રીઝની સામે અમદાવાદ (૩)સુનીલભાઇ વિનુભાઇ સોંલકી જાતે.દેવીપુજક ઉ-૨૭ રહે.મોટા ઉજાળા શીવ મંદીરની સામે મારૂતીનગર તા.કુંકાવાવ જી.અમરેલી (૪)ગૌતમ ગોરધનભાઇ ચુડાસમા જાતે.દેવીપુજક ઉ-૧૮ વર્ષ ૬ મહિના રહે.ગીરનાર દરવાજા ચોકમાં ગોપાલવાડીની સામે જુનાગઢ મુળ રહે,વીજપડી ગામ મહુવા રોડ ગામ.વીજપડી જી.અમરેલી. એક સોનાનો તુટેલો ચેઇન જેનો વજન આશરે ૭.૫૪૦ ગ્રામનો જેની આશરે કિ.રૂ.૭૫,૦૦૦, એક સફેદ કલરની કીયા કંપની ફોર વ્હીલ કાર જેના રજી નં. GJ-11-CH-3874 જેની કી.રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.૧૦,૭૫,૦૦૦ નો કબ્જે કરેલ છે. આ કામે પકડાયેલ આરોપીઓ પોતાના હસ્તકની ફોર વ્હીલ કારમાં રાહદારીઓને લિફ્ટ આપીને ફોરવીલમાં બેસાડી મુસાફરની નજર ચુકવી ગળામાં પહેરેલ દાગીના ચોરી કરવાની ટેવ ઘરાવે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250828-WA0023.jpg