Gujarat

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દામનગર ને ટેકા ના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર આપવા સહકારી અગ્રણી નારોલા ની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દામનગર ને ટેકા ના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર આપવા સહકારી અગ્રણી નારોલા ની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત ——————————— દામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દામનગર દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-દામનગર માર્કેટયાર્ડમાં -ટેકાના ભાવનું ખરીદી કેન્દ્ર આપવા રજુઆત કરતા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા દ્વારા વિગતે સબંધ કરતા ઓને પત્ર પાઠવ્યો ચાલુ વર્ષે મારા વિસ્તારમાં મગફળીનું વાવેતર ખુબ સારા પ્રમાણમાં થયેલ છે અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન પણ ખુબ બહોળા પ્રમાણમાં થાય તેવી ધારણા છે. નામદાર રાજ્ય સરકારશ્રી દ્વારા ટુંક સમયમાં ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી પારીદ કરવાની પ્રક્રિયા ચાલુ થશે, તો ચાલુ વર્ષે આપના દ્વારા મગફળીની ખરીદી -માટે આ બજાર સમિતિના માર્કેટ ચાર્કમાં ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો સારી મગફળી મળી રહેશે તો ચાલુ વર્ષે આ માર્કેટ કમિટીના માર્કેટયાર્ડ માંથી મગફળી ની ખરીદી શરૂ કરવા વિનંતી છે અને તે અંગેના આપના નિર્ણયની જાણ કરવા વિનંતી છે તેથી જરૂરી બહોળી પ્રસિદ્ધી કરી શકાય અને આ બજાર સમિતિ તરફથી આપને પુરતો સહકાર આપીશું તેવી ખાત્રી સાથે સહકારી અગ્રણી હરજીભાઈ કે નારોલા ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-દામનગર દ્વારા રાજ્ય ના મુખ્યમંત્રી સહિત કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહકારમંત્રી (રાજ્ય) શ્રી જગદીશભાઈ સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, સાંસદશ્રી ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા ધારાસભ્ય સહિત ને પત્ર પાઠવી રજુઆત કરાય છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250830-WA0094.jpg