Gujarat

ધોળકાના બદરખામાં જળબંબાકારની સ્થિતિ

ધોળકા તાલુકાના બદરખા ગામ તંત્રની ઘોર બેદરકારીના કારણે જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ગામનું તળાવ ઓવરફ્લો થવાની સાથે ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં થતાં આહવાકુવા, વણકરવાસ, રબારીવાસ, ઠાકોરવાસ અને બળિયા દેવ મંદિર તરફના રસ્તાઓ પર કેડ સમા પાણી ભરાઈ ગયા છે. ગ્રામજનો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે

​આ સ્થિતિની સૌથી ગંભીર અસર ગામના ભવિષ્ય એવા બાળકો પર પડી રહી છે. ધોરણ 7 માં અભ્યાસ કરતી જાનવી ભરતસિંહ મંડોરાએ કમકમાટીભર્યા અવાજે જણાવ્યું, “અમે બદરખા ગામમાં રહીએ છીએ. ઘર આગળ પાણી ભરાઈ ગયું હોવાથી શાળાએ ગયા નથી. અમારી પરીક્ષા છે અને અમારે પાણી બહુ ભરાઈ ગયું છે તેનો નિકાલ કરવા વિનંતી છે.” ડીવીપી સ્કૂલ, કાસીન્દ્રામાં ભણતા કુણાલ મંડોરાએ પણ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું, “મારા ગામનું નામ બદરખા છે. ઘર આગળ બહુ પાણી ભરાઈ જવાથી સ્કૂલે જવાતું નથી, તેથી મારો અભ્યાસ પૂરો થતો નથી. ​