Gujarat

રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી ખાતેના ૬૯ દિવ્યાંગ બાળકો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો.

રાજકોટ મહાનગરપાલિકાની તમામ આંગણવાડી ખાતેના ૬૯ દિવ્યાંગ બાળકો માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો.

રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૫ ના રોજ પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત ICDS વિભાગ અને NGO શેર વિથ સ્માઈલના સંયુક્ત ઉપક્રમે આંગણવાડીના 0 થી પ વર્ષના ૬૯ દિવ્યાંગ બાળકોનો આરોગ્ય તપાસ કેમ્પ તેમજ NGO શેર વિથ સ્માઈલ દ્વારા કાર્યક્રમમાં ૬૯ દિવ્યાંગ બાળકોને કિટ વિતરણ કરવામાં આવેલ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોને સમાજના મૂળ પ્રવાહ સાથે જોડવા માટે નવેમ્બર-૨૦૨૩ માં ‘આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન” બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૩૦-૮-૨૦૨૫ના રોજ ૬૯ દિવ્યાંગ બાળકોને નોર્મલ બિહેવિયર અને સાથે સાથે સમાજમાં તેમના આગવા સ્થાન અને તેમને મળતા વિવિધ લાભો તેમજ આંગણવાડી મા મળતા THR (બાલશક્તિ)નો ઉપયોગ ખોરાકમા દિવસમા ૪ વખત કરવા ICDS અર્બન કચેરીના પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ દ્વારા ખૂબ જ ઉંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોના વાલીઓ એ જણાવેલ કે અમારું બાળક આંગણવાડીમાં આવ્યા બાદ ઘણી એક્ટિવિટિ કરતા થઈ ગયુ છે તેમજ પેલા કરતા ઘણી બધી સમજણ અમારા બાળકમા જોવા મળેલ છે તેમજ નોર્મલ બનાવવામાં કાર્યકર બહેનોનો ઘણો જ સપોર્ટ અમને મળેલ છે એવો અભિપ્રાય આપેલ છે. ડોક્ટર હિરેન વસાણી દ્વારા બધા જ બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ આરોગ્યની ટીમ તેમજ શેર વિથ સ્માઈલ એનજીઓની મહેનતથી ખૂબ જ જહેમત ઉઠાવેલ છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ICDS વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનનું આયોજન કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250901-WA0047-1.jpg IMG-20250901-WA0046-0.jpg