Gujarat

ભૂતાનમાં રમાયેલ અંડર 17 6એ સાઈટ હેન્ડ બોલ આંતરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં આહીર સમાજના ઉદ્યોગપતિ શ્રી ભાવેશભાઈ ગાગીયાની પુત્રી જાનવીબેન ગાગીયા સહિત ચાર દિકરીઓની ટીમે ગૉલ્ડ મૅડલ મેળવ્યો

તાજેતરમાં ભૂતાનમાં રમાયેલ અંડર 17 6એ સાઈટ હેન્ડ બોલ આંતરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં જીબી ગોયેન્કા સ્કૂલ-જામનગરની આહીર સમાજ અગ્રણી, ઉદ્યોગપતિ ભાવેશભાઈ ગાગીયાની પુત્રી જાનવીબેન ગાગીયા, ધાર્મિબેન ભોરણીયા, કરીનાબેન યાદવ, દીપાબેન વિચ્છીએ જોરદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તે બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ.

જામનગરની જી.ડી. ગોએન્કા પબ્લિક સ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓએ ભૂતાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે. આ વિદ્યાર્થીનીઓ ભારતીય અંડર-17 ગર્લ્સ ટીમનો ભાગ હતી.

આ સ્પર્ધા ભૂતાન ખાતે 15 થી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી એશિયન પ્રથમ 6-એ સાઇડ હેન્ડબોલ ટુર્નામેન્ટ હતી. વિજેતા ટીમમાં જામનગરની ધાર્મી ભોરાણીયા, કરીના યાદવ, જાનવી ભાવેશભાઈ ગાગીયા અને દિયા વિચ્છીનો સમાવેશ થાય છે.