કેનેડા
ચેલ્સી શહેરમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરાવતી શિક્ષિકા ફતેમેહ અનવરીને આ મહિનાની શરૂઆતમાં કહી દેવામાં આવ્યું હતું કે તેને હવે શિક્ષિકાની ભૂમિકામાં જળવાઈ રહેવાની અનુમતિ આપવામાં નહીં આવે કેમ કે તેણીનો હિજાબ આ રાજ્યના કાનૂન બિલ ૨૧નું ઉલ્લંઘન કરે છે. જાે કે આ મહિલાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી ન હતી પણ સમાન શાળામાં વૈવિધ્ય અને સાક્ષરતા પ્રોજેક્ટ પરનું કામ સોંપવામાં આવ્યું હતું.કેનેડામાં ક્યૂબેક પ્રાંતમાં શાળાના વર્ગમાં બુરખો પહેરીને બાળકોને ભણાવતી મહિલા શિક્ષિકાને તેના પદ પરથી હટાવાતાં તેને પગલે રાજ્યના વિવાદાસ્પદ કાયદાની વ્યાપક ટીકા થઈ રહી છે. ટીકાકારોનું કહેવું છે કે ધર્મનિરપેક્ષતાના નામ ઉપર જાતીય લઘુમતીઓને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહી છે.