Gujarat

ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ સક્ષમ શાળા એવોર્ડ

જામનગરમાં સમગ્ર શિક્ષા દ્વારા જિલ્લા કક્ષાએ સક્ષમ શાળા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સુમેર ક્લબ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાની સક્ષમ શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ જિલ્લા અગ્રણી શ્રી સુરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દીગુભા જાડેજા, નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સીપાલ સંજય જાની, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા અને માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશ આંબલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાની સક્ષમ શાળાઓને રૂ.31,000 અને તાલુકા કક્ષાની સક્ષમ શાળાઓને રૂ.11,000નો પુરસ્કાર તેમજ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મોટીવેશન સ્પીકર જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય પ્રકાશ હરિયાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, બી.આર.સી. અને સી.આર.સી. મિત્રો પણ હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સમગ્ર શિક્ષાના વિપુલભાઈ જાદવ, ઈકબાલભાઈ ઉકાની અને સમગ્ર શિક્ષાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.