નવીદિલ્હી
૧૧ ડિસેમ્બરથી ખેડૂતો ઘરે પરત ફરવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર સિંઘુ અને ટિકરી બોર્ડરથી ખેડૂતો સંપૂર્ણપણે હટી ગયા છે. અહીં એક વર્ષથી લગાવવામાં આવેલા ટેન્ટ અને બેરિકેડ્સને દૂર કરવામાં આવ્યા છે. જાે કે, ગાઝીપુર બોર્ડર પર હજુ પણ કેટલાક ખેડૂતો છે જેઓ આજે અહીંથી પરત ફરશે.ખેડૂત નેતા રાકેશ ટિકૈત પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ટિકૈત ૩૮૩ દિવસ પછી પોતાના ઘરે જઈ રહ્યા છે. તેમનું ઘર મુઝફ્ફરનગરના સિસૌલીમાં આવેલું છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કાયદો પરત નહીં આવે ત્યાં સુધી ઘર વાપસી પણ નહીં થાય. પરંતુ ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવા અને પડતર માંગણીઓ અંગે સરકારની દરખાસ્ત બાદ એક વર્ષથી ચાલી રહેલ ખેડૂતોનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. ઘરે પરત ફરતા પહેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે તે ગાઝીપુર બોર્ડર અને અહીં જે લોકોને મળ્યો હતા તે સમયને ક્યારેય ભૂલી નહી શકે. સરહદ પર ટિકૈત જે હંગામી ઝૂંપડીમાં રહેતા હતા, તેમણે ત્યાં માથુ ટેકવી પ્રણામ કર્યા અને કહ્યું કે હું આને પણ મારી સાથે લઈ જઈ રહ્યો છું અને મારી સાથે રાખીશ ટિકૈતે ભાવુક થઈને કહ્યું કે બધા ધીમે ધીમે જઈ રહ્યા છે. હવે માત્ર યાદો જ રહી જશે. ટિકૈતે કહ્યું કે તે અહીં ૧૩ મહિના રોકાયા હતા પરંતુ માત્ર ૧૩ કલાક ઘરે જ રહેશે. કારણ કે તેને હૈદરાબાદ જવાનું છે અને ત્યાર બાદ તમિલનાડુમાં એક કાર્યક્રમ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે હવે ગાઝીપુર પાછા ફરશો? તો તેમણે કહ્યું કે આ અંગે કંઈ કહી શકાય નહીં. એમ પણ કહ્યું કે આ બધું ઉપર વાળા પર છોડી દો. રાકેશ ટિકૈત મુઝફ્ફરનગરના સિસૌલી ગામના રહેવાસી છે. ટિકૈત ૩૮૩ દિવસ પછી ઘરે પરત ફરી રહ્યો છે. ખેડૂતો આ દિવસને ઐતિહાસિક બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે, સર્વ ખાપ હેડક્વાર્ટર સૌરમ અને સિસૌલીના ભાકિયુ હેડક્વાર્ટરમાં જાેરદાર તૈયારીઓ કરવામાં આવી છે. સિસૌલીમાં કિસાન ભવનને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે અને ખેડૂતોના સ્વાગત માટે લાડુ બનાવવામાં આવી રહ્યા છે.પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોના ખેડૂતો ગયા વર્ષે ૨૬ નવેમ્બરથી સિંધુ, ટિકરી અને ગાઝીપુર સરહદો પર ત્રણ કૃષિ કાયદાઓને પરત કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા. કાયદાને પાછો ખેંચી લેવા અને સરકારના પ્રસ્તાવ પછી, યુનાઇટેડ કિસાન મોરચાએ ખેડૂતોના આંદોલનને સ્થગિત કરવાનો ર્નિણય કર્યો. ટિકૈત ગાઝીપુર બોર્ડરથી મોદીનગર, મેરઠ, દૌરાલા ટોલ પ્લાઝા, મન્સૂરપુર થઈને સૌરમ અને પછી સિસૌલી પહોંચશે. ખેડૂતોના સ્વાગત માટે ગાઝીપુરથી સિસૌલી સુધી ભંડારા અને લંગરની તૈયારીઓ કરવામાં આવી છે.