Delhi

ઓમિક્રોનના કેસ અને મૃત્યુ વધી શકે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી

નવીદિલ્હી
ઓમિક્રોનના કેસ અને મૃત્યુ વધી શકે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે વિશ્વમાં ઓમિક્રોનના કેસ તેમજ મૃત્યુઆંક વધી શકે છે. જુદા જુદા દેશોની હોસ્પિટલોમાં પણ ઓમિક્રોન સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. તેણે તમામ દેશોને અત્યારથી જ ઓમિક્રોનને વકરતો રોકવા તાકીદના પગલાં લેવા અનુરોધ કર્યો છે. મહારાષ્ટ્ર ૨૮, રાજસ્થાન ૧૭, દિલ્હી ૦૬, ગુજરાત ૦૪, કર્ણાટક ૦૩, ચંડીગઢ ૦૧, આંધ્રપ્રદેશ ૦૧, કેરળ ૦૧, કુલ ૬૧ ઓમિક્રોનના દેશમાં કેસ નોંધાયા છે તેમજ અત્યાર સુધીમાં ૭૭ દેશોમાં ઓમિક્રોનના કેસ આવ્યા છે.ડબ્લ્યુએચઓ ડીજીએ કહ્યું કે અમે ચિંતિત છીએ કે લોકો ઓમિક્રોનને હળવાશથી લઇ રહ્યા છે અને ઓમિક્રોનને સાદો વાયરસ ગણાવી રહ્યા છે. દિવસેને દિવસે વધી રહેલા કેસોની સંખ્યા ફરી એકવાર આરોગ્ય તંત્રને અસર કરી શકે છે.ઓમિક્રોન વેરિઅન્ટ્‌સ વિશે સતત સતર્ક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઉૐર્ં કહે છે કે તેમણે કોઈ વેરિઅન્ટને આટલી ઝડપથી ફેલાતો જાેયો નથી. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ મોટાભાગના દેશોમાં હાજર હોઈ શકે છે. અત્યાર સુધીમાં ૭૭ દેશોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *