Gujarat

જામનગરને રૂ. 833 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે છે, ત્યારે તેમના હસ્તે જામનગર જિલ્લાને રૂ.833 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ કામોની ભેંટ મળી છે. આ કામોમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવાના કામનો, જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ કમિશન થયેલા 17 પ્લાન્ટ, ભૂજિયા કોઠાના રીસ્ટોરેશન (ફેઝ-1)નું, હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું તથા ખંભાળિયા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામનો સમાવેશ થાય છે.

રૂ.525.10 કરોડના ખર્ચે 1,47,617 ચોરસ મીટરમાં તૈયાર થનાર 8 માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ 2071 બેડ, 235 આઈ.સી.યુ. બેડ, ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી વિભાગ, અદ્યતન ઓપરેશન થિયેટર, વિવિધ ઓ.પી.ડી, બ્લડ બેંક, આઈ.સી.યુ., ઈ.એન.ટી. વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃબાળ અને પિડિયાટ્રીક વિભાગ, સર્જરી વિભાગ, મેડીસીન વિભાગ, હાડકાનો વિભાગ, અદ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ વિભાગ જેમાં ન્યુરોલોજી, યુરોલોજી, કાર્ડિયાક, કાર્ડિયો થોરાસીસ અને નેફ્રોલોજી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગો, 40 મોડ્યુલર ઓપરેશન થિયેટરનો સમાવેશ થાય છે.

ખંભાળીયા દરવાજા અને લાખોટા કોઠાને જોડતી હેરીટેજ સાંકળરૂપી કડી એટલે ભૂજીયો કોઠો, વર્ષ 1852માં આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ઇમારતને હાલ 173 વર્ષ થયા છે. આ રક્ષિત સ્મારકને આટલા વર્ષોમાં થયેલ વાતાવરણની વિપરીત અસરો તેમજ વર્ષ 2001ના ભૂકંપમાં થયેલ ક્ષતિને દુરસ્ત કરવા જામનગર મહાનગર પાલિકા દ્વારા રૂ.25 કરોડના ખર્ચે ભૂજિયા કોઠાનું રીસ્ટોરેશન (ફેઝ-1) કરવામાં આવ્યું છે.

આ કામગીરીમાં ઉપરના ત્રણ માળનું રી-પ્રોડકશન વર્ક, સી આકાર ભાગનું રી-પ્રોડકશન વર્ક, ભુજીયા કોઠા સ્થાપત્યને ફોર્ટ વોલ પર ખંભાળિયા ગેઈટ તરફ આવતી ફોર્ટ વોલ સાથે જોડવા માટે નાશ પામેલ ભાગનું રી-પ્રોડકશન વર્ક, ઉપરના ત્રણ માળને જોડતા પેસેજનું રી-પ્રોડકશન વર્ક, બીજા માળ પર નાશ પામેલ રાઉન્ડ ગેલેરીનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યના તમામ બારી અને દરવાજાનું કન્સોલિડેશન વર્ક, લાકડાની છતનું રી-પ્રોડકશન વર્ક, હયાત સ્ટોન સ્ટેરનું રીસ્ટોરેશન વર્ક, સ્થાપત્યના અંદર અને બહારના તમામ ભાગોનું રીસ્ટોરેશન વર્ક, બીજા માળ અને ઉપરના ભાગને જોડતી સીડીનું રી-પ્રોડક્શન વર્ક, પ્રથમ માળ પર આવેલ મૂર્તિઓનું રી-પ્રોડકશન વર્ક, સ્થાપત્યનું તમામ ઈલેક્ટ્રીફીકેશન, કેબલિંગ, લાઈટીંગ, સી.સી.ટી.વી., સાઉન્ડ સીસ્ટમ, ઈન્ટરકોમ, સ્થાપત્યમાં લોક માટે ટોઇલેટ બ્લોક બનાવવાનું કામ., હયાત ફ્લોરિંગનું ડીસમેન્ટલિંગનું કામ તેમજ ફ્લોરિંગને લાઈમ સ્ટોન ફ્લોરિંગ કરવાનું કામ, છેલ્લા માળ ઉપર હેલીઓગ્રાફી યંત્ર ડિસ્પ્લેમાં મુકવાના કામનો સમાવેશ થાય છે.