Gujarat

જામનગરમાં મહામતિ પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ

જામનગરના 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે ત્રિદિવસીય મહામતિ પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે તારતમ સાગરની અખંડ પારાયણનો શુભારંભ કરવામાં આવ્યો છે. મહોત્સવમાં કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદગુરુ આચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ સહિત અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જામનગર અને અન્ય રાજ્યો ઉપરાંત વિદેશથી પણ ભાવિકો આ મહોત્સવમાં જોડાયા છે. મહામતિ પ્રાણનાથજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1675માં (6 સપ્ટેમ્બર, 1618) જામનગરમાં થયું હતું.

તેમણે જામનગરથી પન્ના સુધીની ધર્મયાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન 18,758 ચોપાઈઓની રચના કરી હતી, જેનું સંકલન ‘તારતમ સાગર’માં કરવામાં આવ્યું છે મહોત્સવના બીજા દિવસે 20 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે મહાઆરતી અને નૂતન ધ્વજારોહણ થશે.

બપોરે 4 કલાકે વિશાળ શોભાયાત્રા નીકળશે, જે પ્રાણનાથ મેડી મંદિર થઈને પરત ફરશે. 21 સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યે તારતમ સાગરની અખંડ પારાયણની પૂર્ણાહુતિ સાથે મહોત્સવ સંપન્ન થશે.