Gujarat

મેંદરડા : ICDS વિભાગ CDPO ના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યકમ યોજાયો

મેંદરડા : ICDS વિભાગ CDPO ના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ કાર્યકમ યોજાયો

સરસ્વતી હાઈસ્કૂલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યકમ યોજાયો

ટેક હોમ રાશન મિલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી નું નિદર્શન કરવામાં આવ્યું
જે મેંદરડા ની સરસ્વતી હાઈસ્કૂલ ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં જિલ્લાના મેંદરડા ઘટક ના આઈ સી ડી એસ વિભાગના cdpo ના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત પોષણ ઉત્સવ ટેક હોમ રાશન મિલેટ (શ્રી અન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી નું નિદર્શન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મહેશગીરી અપરનાથી, તાલુકા ભાજપ મહામંત્રી અજયભાઈ ભટ્ટ, મેંદરડા તાલુકા વંદે માતરમ સેવા સંમતિ ના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા ,મેંદરડા ગ્રામ પંચાયત ના સરપંચ જયાબેન ખાવડુ, હાઈસ્કૂલ ના આચાર્યશ્રી,સ્ટાફ જિલ્લાના પૂર્ણા ક્રિષ્નાબેન icds નો તમામ સ્ટાફ અને આંગણવાડી કાર્યકરો લાભાર્થીનીઓ વગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ICDS વિભાગ ના CDPO કાજલબેન જોષી એ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા

IMG-20250920-WA0032-2.jpg IMG-20250920-WA0031-3.jpg IMG-20250920-WA0036-0.jpg IMG-20250920-WA0035-1.jpg