Delhi

હેલિકોપ્ટર ક્રેશમાં જીવિત એક માત્ર કેપ્ટન વરુણસિંહનું નિધન થયું

નવીદિલ્હી
કુન્નૂરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના ૧૩ જવાનો શહીદ થયા હતા. કુલ ૧૩ જણાના જીવ લેનારી આ ગોઝારી દુર્ઘટનામાં એક માત્ર જવાન બચી ગયા હતા. તે હતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ. પરંતુ, આખરે વરૂણસિંહે આ ફાની દુનિયાને અલવિદા કરી છે. વરુણ સિંહને એયર લીફ્ટ કરી બેન્ગાલુરુની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. હવે વરૂણ સિંહ આપણી વચ્ચે રહ્યાં નથી. પરંતુ, તેમનો ગુજરાત સાથે નાતો જાેડાયેલો છે. જેની આપણે અહીં વાત કરવાના છીએ. આ વીર જવાન વરુણ સિંહનો ગુજરાતના કચ્છ સાથેનો ભૂતકાળમાં સંબંધ રહ્યો છે.તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે,વરુણ સિંહનો અભ્યાસ કચ્છના ગાંધીધામમાં થયો હતો. વરુણ સિંહના પિતા કે.પી.સિંહ ૫૦ ન્‌ એયર ડિફેન્સ યૂનિટમાં કર્નલ હતા. ૧૯૯૫માં કર્નલ સિંહની બદલી કચ્છના ગાંધીધામમાં થઇ હતી. ત્યારે વરુણ સિંહ થોડા સમય માટે પરિવાર સાથે કચ્છના ગાંધીધામમાં વસવાટ કર્યો હતો. કર્નલ કે.પી.સિંહ મીઠી રોહર વિસ્તારમાં આવેલા મ્જીહ્લ કેમ્પના ક્વાટરમાં રહેતા હતા. આ દરમિયાન વરુણ સિંહ ગાંધીધામની કેન્દ્રિય વિધાલયના વિધાર્થી રહ્યા હતા. વરુણ સિંહે ધોરણ ૯ અને ૧૦માં ગાંધીધામની કેન્દ્રીય વિધાલયના વિધાર્થી તરીકે પરીક્ષા આપી હતી. ૧૯૯૬થી ૯૮ના સમયગાળામાં અહીં અભ્યાસ કરી ચુકેલા વરુણ સિંહને તેમના શિક્ષકો આજે પણ એ દિવસોને યાદ કરી રહ્યા છે. બે વર્ષ બાદ પિતાની બદલી થતા, તેઓએ ગાંધીધામ છોડ્યું હતું. બાદમાં તેઓ ખુદ આર્મીમાં જાેડાયા હતા.આજે તેમના પિતા સાથે પારિવારિક નાતો ધરાવતા આર્મી પરિવારના સદસ્યો વરુણ સિંહના ઝડપી સજા થવાની પ્રાર્થનાઓ કરી રહ્યા હતા. પરંતુ, આખરે કુદરતને એ મંજુર ન હતું. અને, આખરે આજે આ વીરજવાને શહીદી વ્હોરી છે.ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એક માત્ર એવા વ્યક્તિ હતા જે તમિલનાડુમાં ૮મી ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં બચી ગયા હતા. તેમની બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે, આ અકસ્માતમાં ઝ્રડ્ઢજી જનરલ બિપિન રાવત અને અન્ય ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

Captain-Varun-Singh-File.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *