ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી. દ્વારા આંતર કોલેજ ક્રોસકન્ટ્રી સ્પર્ધા યોજાઇ જુદી જુદી કોલેજોના કુલ ૩૩ ભાઈઓ તથા ૨૨ બહેનો એ ભાગ લીધો હતો.
જૂનાગઢ , ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા રમત-ગમત વિષયમાં રસ રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ પૈકી ક્રોસકન્ટ્રી સ્પર્ધામાં રમવા ઈચ્છુક વિદ્યાર્થીઓ/ખેલાડીઓની આંતર કોલેજ ક્રોસકન્ટ્રી સ્પર્ધા (ભાઈઓ/ બહેનો) નું આયોજન એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કેશોદ ખાતે કરવામાં આવ્યું હતુ. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં રમત-ગમત સેલનાં કો-ઓર્ડીનેટર પ્રો. જયસિંહ ઝાલાનાં માર્ગદર્શન અને કુલગુરૂ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણની પ્રેરણાથી યોજાયેલ રમતોત્સવમાં યુનિવર્સિટી એફીલેટેડ જુદી જુદી કોલેજોના કુલ ૩૩ ભાઈઓ તથા ૨૨ બહેનો એ ભાગ લીધો હતો.
ક્રોસ કંન્ટ્રી રમતમાં બહેનોમાં મહિલા આર્ટસ કોલેજ ઉનાથી સોલંકી ઉર્મિલબોન જગદિશભાઇએ પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. સોમનાથ પી.જી. સેન્ટરનાં બાંભણીયા પાયલબેન બચુભાઇએ દ્વિતિય અને ઉના મહિલા આર્ટ કોલેજનાં ભાલીયા અંજનાબેન ભગવાનભાઇએ તૃતિય સ્થાને વિજેતા થયા હતા. ભાઇઓમાં સરકારી વિનયન કોલેજનાં પાનસુરીયા હર્ષ પ્રથમ, કે.ડી.બારડ કોલેજનાં રાઠોડ મહેશભાઇ દ્વિતીય અને એન.પી. આર્ટસ કોલેજ કેશોદનાં પરમાર રવિરાજસિંહ ભીખુભાઇએ તૃતિય સ્થાન મેળવિ વિજેતા થયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રફુલભાઇ રાઠોડ અને રવિશ ભટ્ટે સહયોગ પુરો પાડ્યો હતો.
ખુલ્લા વિસ્તારમાં લાંબા અંતરની દોડ પણ લાંબી મેરેથોન દોડથી વિપરીત દોડ સ્પર્ધા એટલે ક્રોસ-કન્ટ્રી હરીફાઇ, આ હરિફાઇમાં સામાન્ય રીતે સપાટ રસ્તાઓ પર દોડવામાં આવતી નથી. ઘણા કલાપ્રેમી રમતવીરો આ રમતનો ઉપયોગ ફિટ રહેવા અને સહનશક્તિ વિકસાવવાના સાધન તરીકે પણ કરતા હોય છે.
ક્રોસ કન્ટ્રી રમતમાં પ્રતિભાગી સર્વ ખેલાડીને અભિનંદન પાઠવી વિજેતા ખેલાડીને ધન્યવાદ પાઠવી યુનિ.નાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે જણાવ્યુ હતુ કે ફૂટરેસિંગ આધુનિક સ્પર્ધાત્મક દોડમાં સ્પ્રિન્ટ્સ (ડૅશ) થી લઈને સતત ઊંચી ગતિ પર ભાર મૂકવામાં આવે છે, જે કઠોર લાંબા અંતર અને મેરેથોન દોડ સુધીની હોય છે,જેમાં ખૂબ ધૈર્ય અને સહનશક્તિની જરૂર પડે છે. એથ્લેટિક્સ; ક્રોસ-કન્ટ્રી, હર્ડલિંગ, લાંબા અંતરની દોડ, મેરેથોન, મધ્યમ અંતરની દોડ, રિલે રેસ, સ્પ્રિન્ટ, સ્ટીપલચેઝ, વોક રેસિંગ જેવી રમત લગભગ બધા સમય અને સ્થળોએ સૌથી લોકપ્રિય રમતોમાં સ્થાન મેળવે છે. જે મહત્વપૂર્ણ શારીરિક લાભો ઉત્પન્ન કરી શકે છે, યુનિ.નાં પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ તથા આંતરરાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થઈ રાજયનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવા હેતુ યુનિ. દ્વારા સતત વિદ્યાર્થી ઉત્કર્ષ કાર્યક્રમો અને સ્પર્ધાઓ આયોજીત કરવામાં આવી રહી છે.
રિપોર્ટર મહેશ કથીરિયા