Gujarat

માર્કેટિંગ એક્ઝીક્યુટીવે વધુ નફાની લાલચમાં રૂપિયા 5.93 લાખ પડાવ્યા

અમદાવાદમાં સાયબર ક્રાઈમના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં માર્કેટીંગ લોન ડિપાર્ટમેન્ટમાં એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતા યુવકને વધુ રોકાણ કરવા અને દરરોજના ચારથી પાંચ ટકા નફાની લાલચ આ 5.97 લાખનું રોકાણ કરાવ્યું હતું. આ રોકાણ અને ડોલરમાં નફો પણ ઓનલાઈન બતાવીને તેનો વિશ્વાસ કેળવ્યો અને સાયબર ગઠિયાઓએ 5.97 લાખનો ચૂનો લગાવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નિકોલમાં જીગ્નેશ ધીરજલાલ કાલરીયાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે કે, તે ફાયનાન્સમાં માર્કેટીંગ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરે છે.

ગત 14મી મેના રોજ તેના મોબાઇલ પર કોઈ કબીર મહેતાએ કોલ કરીને ટ્રેડ રાઇઝર કંપનીમાં રોકાણ કરવાની વાત કરી હતી. જીગ્નેશ કાલરીયા વ્યસ્ત હોવાથી તરત વાત કરી શક્યો નહોતો. થોડા સમય બાદ કબીરે ફરી કોલ કરીને તેને ટ્રેડ રાઇઝર કંપનીમાં રોકાણ કરવા માટે લાલચ આપી અને દરરોજના ચારથી પાંચ ટકા નફાની વાત પણ કરી હતી.