દામનગર પંથક ના ગામડા માં પાવર કાપી ઘરફોડ ચોરી ના પ્રયાસો સામે અનેક ગામ ના સરપંચો ની પોલીસ અને PGVCL માં ફરિયાદ —————————————દામનગર શાખપુર પાંચ તલાવડા નાના કણકોટ અઠવાડિયા થી દરરોજ રાત્રે પાવર કાપી ચોરીનો પ્રયાસ કરાય છે જેમાં ખેડૂતોના વાયર કાપવા શાખપુર એસબીઆઇ બ્રાન્ચમાં તાળા તોડવામાં આવ્યા જે બાબતે પીજીવીસીએલ કચેરી અને પોલીસ સ્ટેશન દામનગર ખાતે પાંચ તલાવડા સરપંચ ધીરુભાઈ ખુમાણ અને શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ અને નાના કણકોટ ઉપસરપંચ હસમુખભાઈ પોલરા દ્વારા પત્ર પાઠવી સાંસદ અને ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલ છે આ ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ બંદોબસ્ત કડક ગોઠવી કોઈ ખેડૂતો તેમજ ગામમાં ઘર ફોડ ચોરીનો બનાવ ન બને તે માટે પૂરી તકેદારી રાખવા રજૂઆત કરવામાં આવી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા