Gujarat

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે નશામુક્તિ અને રક્તદાન શિબિરનું આયોજન

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે નશામુક્તિ અને રક્તદાન શિબિરનું આયોજન

ધર્મ, આધ્યાત્મિકતા અને સામાજિક સેવા નો સમન્વય જ સમાજને ઉન્નત કરશે – આચાર્ય લોકેશજી.

યોગ અને ધ્યાન દ્વારા નશાની લત પર વિજય મેળવી શકાય છે – પવન જિંદલજી.

અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા” વિશેષ કાર્યક્રમ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પૂજ્ય આચાર્ય લોકેશ મુનિજીની ઉપસ્થિતિમાં યુવાનોને નશાથી દૂર રહેવા પ્રેરણા આપવામાં આવી. અનેક લોકોએ રક્તદાન કરીને આ લોકકલ્યાણ કાર્યક્રમમાં ભાગ લીધો.વિશ્વ શાંતિ દૂત આચાર્ય લોકેશજી કેમ્પનું ઉદઘાટન કરતાં જણાવ્યું કે નશો વ્યક્તિનું સ્વાસ્થ્ય, મન, બુદ્ધિ અને શરીર બગાડે છે, જેનાથી વ્યક્તિ અને સમાજ બંનેમાં અસંતુલન ઊભું થાય છે. લોકોને નશાની લતથી બચાવવું એ સર્વનું સામૂહિક જવાબદારી છે.વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન આચાર્ય લોકેશજીએ હાજર સૌને નશામુક્તિની શપથ લેવડાવી. શપથમાં પ્રતિજ્ઞા લેવાઈ કે “હું મારા જીવનમાં ક્યારેય નશો કરીશ નહીં અને અન્ય લોકોને પણ નશાથી દૂર રહેવા પ્રેરિત કરીશ. સ્વસ્થ, જાગૃત અને નશામુક્ત સમાજના નિર્માણ માટે હું સંપૂર્ણ યોગદાન આપીશ તથા મારા દેશને નશામુક્ત અને શાંતિમય બનાવવા એક જવાબદાર નાગરિક તરીકે ભૂમિકા ભજવીશ.” આ શપથ દ્વારા નશામુક્તિ અભિયાનને નવો પ્રેરણાદાયી વેગ મળ્યો. કાર્યક્રમમાં આર.એસ.એસ.ના વરિષ્ઠ નેતા પવન જિંદલજીયે યુવાનોને સંબોધિત કરતાં જણાવ્યું કે યોગ અને ધ્યાન દ્વારા નશાની લતમાંથી મુક્ત થઈને સ્વસ્થ, અનુશાસિત અને સકારાત્મક જીવન જીવી શકાય છે.અહિંસા વિશ્વ ભારતી દ્વારા લોકહિતાર્થે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. ક્રોસ ફિટ સંસ્થા, ભાજપ ગુરુગ્રામ જિલ્લા પ્રમુખ પિન્ટુ ત્યાગી તથા વિશિક જૈનના સહયોગથી રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાઈ. સંસ્થાના કાર્યકર્તાઓએ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250923-WA0085.jpg