Gujarat

કાલાવડમાં દારૂના ખુલ્લેઆમ વેંચાણ મુદ્દે બબાલ; એડવોકેટ અને મહિલા પોલીસ વચ્ચે રકઝકનો વીડિયો વાયરલ

જામનગરના કાલાવડ શહેરમાં દારૂના વેચાણ મુદ્દે ભાજપના નેતા અને એડવોકેટ જયેશ વાઘાણી તેમજ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના PI એન.વી.આંબલીયા વચ્ચે રકઝક થઈ હતી.

જયેશ વાઘાણીએ શહેરમાં દારૂના વેચાણ અંગે પીઆઈ સમક્ષ રજૂઆત કરતાં પીઆઈએ કહ્યું કે, જો દારૂ બંધ કરાવવો હોય તો જનતા રેડ કરો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

જયેશ વાઘાણીએ આક્ષેપ કર્યા છે કે, પોલીસ રોજ ત્રણ-ચાર દુકાનો બંધ કરાવે છે જ્યારે અન્ય કેટલીક દુકાનોને ખુલ્લી રાખવા દે છે. કાલાવડ પોલીસ દુકાનો બંધ કરાવવા દબાણ કરે છે. તાજેતરમાં કાલાવડમાં થયેલી ત્રણ-ચાર જનતા રેડમાં દેશી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ હતી..