Gujarat

ધગધગતા અંગારા પર ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી

ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ લેતા જામનગરના યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 72 વર્ષથી શ્રી પટેલ યુવક ગરબીમંડળ આ પરંપરા નિભાવી રહ્યું છે. આગની જ્વાળાઓ વચ્ચે યુવાનોએ મશાલરાસ રજૂ કર્યો હતો. આગ સાથે આદ્યશક્તિની આરાધના જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા.

જામનગરમાં આજે પણ વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા મા આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

હાથમાં મશાલ સાથે અવનવા રાસ.

જામનગરમાં રણજિતનગર પટેલ યુવક મંડળ દ્વારા યોજાતી ગરબીમાં ખેલૈયાઓ દ્વારા રમવામાં આવતો અંગારારાસ આ ગરબીની ઓળખ છે. પટેલ યુવક ગરબીમંડળ છેલ્લા સાત દાયકાથી કાર્યરત છે, જેમાં 60 ખેલૈયા ત્રણ ગ્રુપમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરે છે, જેમાંનો આકર્ષણનું કેન્દ્ર ધરાવતો મશાલરાસ છેલ્લાં 15 વર્ષથી યોજાઈ છે. જ્યારે 20 વર્ષથી તલવારરાસ પણ ખેલૈયાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. બહોળી સંખ્યામાં લોકો આ રાસ નિહાળવા ઊમટી પડે છે. આ વર્ષે મશાલરાસ તેઓ સ્વસ્તિક સાથે ત્રિશૂળના આકાર પણ ગોઠવાઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે.