Gujarat

વેપારીએ 10 હજાર ના આપતાં ગોડાઉન અને દુકાનમાં આગ લગાડવાનો પ્રયાસ કર્યો’તો

ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૈન બ્રધર્સ નામના કાપડના ગોડાઉનમાં દેવો હોઠી નામના શખ્સે વેપારી પાસે ખંડણી માગી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. આજે પોલીસે આરોપી સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.

આ રીકન્સ્ટ્રક્શન દ્વારા પોલીસે ઘટનાની વધુ વિગતો મેળવી હતી ભાવનગરના એક વેપારી સામે થયેલા હુમલા અને આગચંપીના પ્રયાસના કેસમાં પોલીસે આરોપીનું રી કન્સ્ટ્રક્શન કર્યું છે.

શ્રીજૈન બ્રધર્સના માલિક ભાવિકભાઈ ટાટિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કરચલિયા પરા વિસ્તારના દેવા રાજુ હોઠીએ ધંધાકીય દુશ્મનીમાં આ કૃત્ય કર્યું હતું. આ બનાવ ગત તા.19 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે 1:30 વાગ્યે, આરોપી દેવા હોઠી ફરિયાદીના ગોડાઉનમાં આવ્યો હતો.

કારીગર ઇમરાન સાથે ઝઘડો કર્યા બાદ, તેણે છરી કાઢીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મામાકોઠા વિસ્તારમાં ભાવિકભાઈનો રસ્તો રોકીને આરોપીએ છરી બતાવી રૂ.10,000ની ખંડણી માંગી હતી. પૈસા ન મળતાં તેમને દુકાને લઈ જઈને ફરી ધમકી આપી હતી.